શિશુ આગમન..


ગર્ભ વિકાસ – પ્રથમ માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

છેલ્લા માસિકના આશરે 14મા દિવસે માતાનું અંડબીજ ગર્ભાશયમાં આવશે. ત્યારે પિતાના શુક્રકોષ સાથે મિલન થતા ગર્ભ શરુ થશે.
પિતાના શુક્રકોષના કે રંગ સુત્રોના આધારે ભાવિ ગર્ભની જાતિ સ્ત્રી કે પુરુષ નક્કી થશે. આ માટે માતા જવાબદાર નથી.
ચેતાનલિકા અને શરુઆઅતી તબક્કાનું ચેતાતંત્ર જે ભાવિ મગજ કરોડરજ્જુ વિ. બનાવશે તે નિર્મિત થાય છે.
હૃદય અને રુધિરાભિસરણ તંત્રની પ્રારંભિક રુપરેખા નક્કી થાય છે. આ સમયે ગર્ભની કુલ લંબાઈ 1 ઈંચના 100મા ભાગની જેટલી જ છે.
માતાના શારીરીક ફેરફાર
આપને આખરી માસિક આવ્યાને બરાબર 1 માસ થયે આપ માસિક ન આવવાની ચિંતામાં હશો પરંતુ તબીબી સલાહથી પેશાબની પ્રેગ્નનસી ટેસ્ટ કરાવવાથી આપ સગર્ભા હોવાનું નિદાન થશે અને આપની ચિંતા એક હર્ષની લાગણી માં પ્રવર્તશે. હાર્દિક અભિનંદન !! આપ માતા બનવાના છો.
આપના ગર્ભના વિકાસ સાથે ગર્ભાશય પણ વધશે. ગર્ભાશય સમગ્ર ગર્ભાવસ્થા દરમ્યાન અંદાજે 1000 ગણુ વિકાસ પામે છે.
ગર્ભનું સ્થાપન થતાઅ થોડો રક્તસ્ત્રવ થશે જે માસિક ધર્મ આવ્યાની ભ્રમણા કરાવશે.
વજનમાં હાલના તબક્કે કોઈ ફેરફાર થશે નહિ.
સાધારણ તાવ જેવો અહેસાસ આપને દિવસની શરુઆતે થશે.

સમજુ માતાની જવાબદારી

તબીબી નિદાન દ્વારા સગર્ભાવસ્થાનું નિદાન ચોક્કસ કરો.
તબીબી સ્લાહ વગર હવેથી કોઈપણ  દવા લેશો નહિ.
આપના સગર્ભા હોવા વિશે માન્ય તબીબને જરુરથી જાણ કરશો. જેથી અમુક ટેસ્ટ કે દવાનો નિર્ણય સગર્ભાવસ્થાને અનુરુપ લેવાય.
સગર્ભાવસ્થામાં ક્યારેય ધૂમ્રપાન કે મદિરાપાન ન કરશો. તે ગર્ભસ્થ શિશુને નુકશાન કરે છે.
એક્સરે કે સી.ટી.સ્કેન જેવી તપાસ કરાવશો નહિ.
કેફીનનું વધુ પ્રમાણ ધરાવતા પીણાં (દા.ત. કોલા કે કોફી) ટાળો.
સંપૂર્ણ સંતુલિત આહાર લેવાનું રાખો.
પ્રસુતિ આયોજન વિશે વિચારવાનું શરુ કરો.........૧...........

ગર્ભસ્થ શિશુનો વિકાસ ............૨..............

અંદાજીત ગર્ભાધાનના 21માં દિવસે એટલે કે પાંચમાં અથવાડિયાની સગર્ભાવસ્થામાં શિશુનું હૃદય ધબકવાનું શરુ કરશે.
હૃદય હવે ધીમે ધીમે વિક્સીત બની ચાર ખાનાવાળુ બની જશે. જે જીવનભર રક્ત સંચાર કરશે.
શિશુનાં હાથ તથા પગ જેમાંથી બનશે તે શરીરના ભાગો બનવાનું પ્રારંભિક માળખુ બનશે. ધીમે-ધીમે હાથ-પગ-આંગળી-નખ બનશે.
ગર્ભનાળનું સર્જન થશે જે માતામાંથી પોષક દ્રવ્યો માતાને શુધ્ધિકરણ અને નિકાલ માટે આપશે.
મગજનો વિકાસ ખૂબ ઝડપી હોવાથી મસ્તક શારીરીક માળખામાં સૌથી વધુ મોટુ જણાય છે.
આવનારા મહિનાઓમાં આપના શિશુના મગજમાં લગભગ 10 કરોડ ચેતાકોષ બનશે. છેને અદભૂત...!
શિશુના આંખ-કાન-નાક્નું ભાવિ માળખુ તૈયાર થશે.
આંખના લેંસ અને રેટીના નાકના નસકોરા વિ. અતિ પ્રારંભિક અવસ્થામાં બની ચૂક્યા હશે.
શિશુનાં આંતરડા શરુઆતની અવસ્થામાં ગર્ભનાળના માળખામાં બની ધીરે- ધીરે પેટના ભાગમાં આવશે.
બીજા માસના અંતે ગર્ભસ્થ શિશુ લગભગ અડધા ઈંચની લંબાઈવાળુ અને અંદાજીત 1 ગ્રામ વજનનુ હશે.

માતાના શારીરીક ફેરફાર

આપના વજનમાં અડધાથી એક કિલોનો વધારો થશે.
આપની કમર અને સ્તનનો ઘેરાવો વધશે.
યોનિદ્વાર આસપાસની કોશિકાઓ ભૂરી જણાઈ શકે છે.
યોનિ વાટે આવતુ પ્રવાહી પ્રમાણમાં જાડુ અને ચીકાશ વાળુ હોય શકે છે.
વિકસતુ ગર્ભાશય આગળ ઉપર મૂત્રાશય પર દબાણ કરે છે. આથી આપને વારંવાર પેશાબ કરવા જવુ પડશે.
સગર્ભાવસ્થા સાથે સંકળાયેલ ઉલ્ટી-ઉબકાથી આપ કદાચ પરેશાન થઈ ગયા હશો.

સમજુ માતાની જવાબદારી

વ્યવસ્થિત રીતે નિર્ધારીત સમયાંતરે આપના પ્રસુતિ વિશેષજ્ઞને ચેક અપ માટે મળતા રહો.
નિયમિત પણે હલવો વ્યાયામ- ચાલવાનું તરવાનું વિ. કસરતો ચાલુ રાખો.
સ્વસ્થ સંતુલિત આહાર લો. પ્રતિ દિન 6-8 ગ્લાસ પાણી પીવો.
ડોક્ટરે સુચિત દવા કે વિટામીન લેવાનું ભૂલશો નહિ.
પેઈંટ માટેના રંગો-સ્પ્રે- અને જંતુ નાશક દવાઓ થી દૂર રહેશો.
ગર્ભાવસ્થા વિશેનું સામાન્ય જ્ઞાન પીરસતા પુસ્તકો વેબસાઈટ જોવાનું ચાલુ કરો.
અનુભવી મિત્રો કે સગાસંબધી સાથે બેસી સગર્ભાવસ્થા વિશે જ્ઞાન મળે તેવી ચર્ચા કરો.
જરુરી લેબોરેટરી તપાસ જેવીકે હિમોગ્લોબીન- બ્લડ ગ્રુપ કમ્પ્લીટ બ્લડ કાઉંટ- પેશાબ તપાસ થેલેસેમીયા માટે તપાસ વિ. તબીબી સલાહ અનુસાર કરાવી લો...........૨...............

ગર્ભસ્થ શિશુનો વિકાસ ......... ત્રુતિય માસ ........૩..................

ગર્ભસ્થ શિશુ હવે મહદ અંશે એક માનવબાળની સૂક્ષ્મ પ્રતિકૃતિ જેવુ લાગે છે.
માથુ આંખ-કાન-નાક વિ. ચહેરાઅની રુપરેખા લગભગ નિર્ધારિત બનશે.
હાડકા અને સ્નાયુઓની ગોઠવણ શરીરનું માળખાકિય બંધારણ યોગ્ય રીતે ગોઠવવાનું ચાલુ થશે.
ઘણાંખરા હાડકાના જોડાણો-સાંધા બની ચૂક્યાઅ હશે જેથી શિશુ થોડી પ્રાથમિક કક્ષાનું હલનચલન કરશે. પરંતુ આ ખૂબજ સૂક્ષ્મ અને ક્ષણિક હલન ચલન હોવાથી આપને આનો અહેસાસ થશે નહિ.
મગજના સુપર સ્પીડે થતા વિકાસને લીધે માથાનું કદ શરીરની કુલ લંબાઈના 50% જેટલુ થઈ જશે. મગજમાં ઈલેક્ટ્રૈક પ્રવાહોનું વહન જોવા મળે છે.
આંખ મુખ્યત્વે બંધ રહે છે. આંખની આંતરિક રચના અને કીકીનો રંગ મહદ અંશે નિરધારીત બનશે.
કાનનો બાહ્ય ભાગ પોતાનું આખરી રૂપ આપવા માળખાકીય રીતે સજ્જ બનશે.
શરીરના આંતરીક અવયવોની પ્રારંભિક રૂપરેખા-રચના પૂર્ણ થશે.
શિશુનું હૃદય હવે 120-160/ મિનિટ ધબકશે. જે ડોપલર મશીન થી સાંભળી શકાય છે. આવા સમયે શિશુનો કાર્ડીયોગ્રામ પણ શક્ય છે.
આંતરડાની પ્રારંભિક રચના બની તે શિશુના શરીરમાં ધીરે-ધીરે યોગ્ય સ્થળે ગોઠવાશે.
યકૃત-સ્વાદુપિંડ વિ. કાર્ય કરવાની શરુઆત કરશે.
હાથ- પગની આંગળીમાં નખ તથા શરીર પર વાળનું સર્જન થશે.
આ માસના અંતે શિશુની લંબાઈ લગભાગ 2 ઈંચ અને વજન અંદાજે 14 ગ્રામ થશે...!
અભિનંદન...! શિસુની રચનાનું માળખાકીય કાર્ય અહિં પૂર્ણ થશે. શરીર રચનાની ખોડખાંપણ મુખ્યત્વે પ્રથમ ત્રણ માસમાં જ સર્જાતી હોય છે અને તે વધુ ગંભીર હોય છે. આથી હવે આપ થોડા નિશ્ચિંત  થઈ શકો છો.

માતાના શારીરીક ફેરફાર

ગર્ભાશયમાઅં શિશુ જે કોથળીનુમા આવરણમાં છે તેમાં પ્રવાહી દ્રવ્ય- એમ્નિઓટીક ફ્લ્યુઈડ અંદાજે 50 મિલિ જેટલુ થશે. શિશુ તેમાં તરતુ હોય છે
ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભાશયનું કદ પણ વધતુ હોય છે. પરંતુ હજુ તે પેડુના ભાગે પ્યુબિક બોન લગોલગ રહેશે. જે પેતની તપાસ દરમ્યાન નિષ્ણાંત તપાસી શકે છે.
આપને વધુ ભૂખ લાગશે. પરંતુ ખાવાના વિવિધ ટેસ્ટ પ્રત્યે થોડુ ખેંચતાણ અને કોઈ એક સ્વાદ વધ પસંદ પડી શકે
મહિનાના અંત સુધીમાં આપની ઉલ્ટીની સમસ્યા થોડી હળવી બનશે.
થાક અને પરસેવો વધુ થશે.
સ્વભાવમાં થોડુ પરિવર્તન કે વિનાકારણ ક્યારેક કિડીયાપણુ કે બેચેની જોવા મળી શકે છે.
ઘણા કિસ્સામાં મહિનાના અંત સુધીમાં કબજીયાત રહેવાનું ચાલુ થશે.

સમજુ માતાની જવાબદારી

યોગ્ય તબીબી સલાહ લેતા રહો.
સ્વાદાનુસાર યોગ્ય અને સંતુલિત આહાર લેશો.
હળવો વ્યાયામ કરાવાનુ ચાલુ રાખશો.
પ્રસુતિ નું આર્થિક અને સામાજિક આયોજન વિચારવાનું શરુ કરો.............૩..............

ગર્ભસ્થ શિશુનો વિકાસ ............ ચતુર્થ માસ.............૪..........

મગજના વિકાસનું માળખુ અને ચેતાતંત્રની રુપરેખા મહદ અંશે પૂર્ણ થાય છે. પ્રારંભિક તબક્કાની હલંચલન જેવી ક્રિયાઓમાં ચેતાતંત્રની સક્રિયતા નજરે ચડે છે. ગર્ભસ્થ શિશુ હવે દુઃખ અનુભવી શકે છે. !!
નવજાત શિશુની દુઃખ/ દુઃખાવા પ્રત્યેની સંવેદનશીલતા પ્રથમ વખત લગભગ હવે જોવા મળે છે.
ગર્ભાશયનીએ કોથળીના પાણીમાં શિશુ તરતુ રહે છે. તે આ પાણી પણ હવે પી શકે છે. આ માસના અંત સુધીમાં આ પાણી અંદાજે 250 મિલિ જેટલુ થશે.
ગર્ભસ્થ શિશુની ડોક હવે વિકસતા બાળકની દાઢી છાતીથી અલગ રહેશે.
ચહેરાના અવયવો આંખ-નાક વિ. વધુ યોગ્ય જગ્યાએ ગોઠવાય છે.
કાનના બાહ્ય ભાગની સાથે અંતઃકર્ણ ની સૂક્ષ્મ રચના ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધે છે. પરંતુ હજુ મગજ્માં સાંભળવાના કેન્દ્રો વિકસિત ન્થી હોતા આથી અવાજનું પૃથ્થ્કરણ શક્ય નથી.
હૃદય પૂર જોશથી ધડકે છે અને લોહીનું પરિભ્રમણ હવે આ માસના અંત સુધીમાં લગભગ 24 લિટર પ્રતિ દિન સુધી પહોંચે છે. હૃદયના ધબકારા ડોપ્લર યંત્ર થી હવે સાંભળી શકાય છે.
ફેફસાના ક્રમિક વિકાસ થી હવે શિશુ ધીમેધીમે પાણીમાં જ હળવા શ્વાસ લેવાનું ચાલુ કરશે.
શરીરને આવરતી ત્વચા ખૂબ પાતળી હોય હાથ પગની લોહીની નળીઓ જોઈ શકાય છે. ત્વચા પર પાતળા વાળનું  આવરણ આવે છે જે શિશુને ગરમી જાળવવામાં મદદરૂપ થાય છે.
હાથ પગ ધીમે ધીમે વધુને વધુ હલન ચલન કરતા થાય છે. સોનોગ્રાફી દ્વારા આ હલનચલન આસાનીથી જોઈ શકાય છે.
હાથ પગની આંગળી અને તેના નખ વિકસિત થાય છે.

માતાના શારીરીક ફેરફાર

હવે આપની સગર્ભાવસ્થાની નિશાની રૂપ પેટનો વધતો ઘેરાવો અને કમરથી ઉપર વધનુ ગર્ભાશય આસાનીથી નજરે ચડશે.
પ્રતિ માસ આપનુ અંદાજીત એક થી દોઢ કિલો જેટલુ વજન  વધવુ સ્વાભાવિક છે.
ડૂંટીથી પેડુ તરફ મદ્યભાગે એક સીધી રેખા ઘેરી/ કાળી બનતી જણાશે જેને લીનીયા નાઈગ્રાકહે છે.
આપના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ ઝડપી અને વધુ પ્રમાણમાં થશે.
ભૂખ વધારે લાગશે.
થાક હવે પહેલાથી થોડો વધુ જણાશે. સગર્ભાવસ્થા વધુ આનંદદાયક જણાશે.

સમજુ માતાની જવાબદારી

તબીબી સલાહ મુજબ વિટામીન અને અન્ય દવાઓ લેતા રહો.
આપની બદલાતી પસંદગી અને સ્વાદાનુસાર ખોરાકનું મેનુ નક્કી કરી આહાર લેશો.
પેશાબનો ચેપ ટાલવા ઓછામાં ઓછા છ થી આઠ ગ્લાસ પાણી પીવો.
વિશેષજ્ઞ પાસે સગર્ભાવસ્થા માં કરવા યોગ્ય વ્યાયામ કરવાનુ ચાલુ રાખશો. અને ખાસ કીગેલ કસરતો કરતા શિખો.
ખાસ પ્રકારના મેટરનીટી પોષાકો આપને હવે ઉપયોગી થશે.
કારમાં બેસતી વખતે ખાસ ધ્યાન આપો કે સીટબેલ્ટ હવે પેટ પર નહિ પણ સાથળ પર પહેરો........૪.....

 
ગર્ભસ્થ શિશુનો વિકાસ ..........૫.............

હવે ગર્ભસ્થ શિશુ વધુને વધુ મનુષ્ય સમુ લાગે છે. હાથ- પગ ની લંબાઈ વધશે. હવે પગની લંબાઈ કુલ લંબાઈની લગભગ અડધી જેટલી થાય છે. આંખો આગળની તરફ ગોઠવાયેલી પરંતુ બંધ રહે છે.
ગર્ભસ્થ શિશુના હાથ-પગ અને શરીરમાં સ્નાયુઓનો વધારો અને વિકાસ થાય છે. હાડકા વધુ મજબૂત બને છે.
શિશુની ત્વચા એક સ્નિગ્ધ-સફેદ રંગનું પ્રવાહી દ્રવ્ય બનાવે છે. જે ત્વચાને વધુ રક્ષણ અર્પે છે.
મહદ અંશે ઉંઘ અને આરામનું એક સ્વસ્થ ચક્ર ધરાવે છે. મહદ અંશે ઉંઘ ઘેરી અને થોડી સક્રિય અવસ્થાનો યોગ્ય તાલમેલ જોવા મળે છે.
કાનની શ્રવણ શક્તિ ખીલતા મહિનાના અંત સુધીમાં ગર્ભસ્થ શિશુ બાહ્ય અવાજો ગ્રહિત કરી તેના પ્રત્યે સંવેદનશીલતા બતાવે છે.
ગળામાં સ્વર તંતુની રચના પૂર્ણ થતા શિશુ આવાજ પેદા કરવા સક્ષમ બને છે.
પેઢાં નીચે દુધિયા દાંતની સાથે હવે કાયમી દાંતની કળી પણ ગોઠવાતી જાય છે.
હૃદયની રચના વધુ સુનિયોજીત અને સુસજ્જ બને છે.
પેટના આંતરડામાં મળ બનવાની શરુઆત થાય છે જે શિશુ જન્મ પછી પ્રથમ વખત ઉત્સર્જીત કરશે.
શિશુના આંતરીક અવયવો જેવાકે પુરુષ શિશુમાં પ્રોસ્ટેટ અને સ્ત્રી શિશુમાં ગર્ભાશયની રચના થાય છે.
મેલી વાટે માતાના શરીરમાંથી રોગપ્રતિકારક દ્રવ્યો શિસુમાં પ્રવેશે છે. જે શરુઆતના 6 માસ(જન્મ પછી)માં શિશુનું રક્ષણ કરે છે.
માસના અંતે શિશુ લગભગ 6.5 ઈંચ (16.4 સેમી) અને અંદાજીત 600 ગ્રામ વજન ધરાવતુ હશે.

માતાના શારીરીક ફેરફારો

ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીથી થોડુ નીચે તપાસી શકાય છે. આપના વજનમાં શરુઆતથી કુલ 4 કિલો જેટલો વધારો નોંધાશે.
આગળ ઉપરથી થતી ઉલ્ટી હવે ઓછી થતી હશે.
ખોરાક લેવો વધુ સહેલો બનશે પરંતુ કોઈવાર એસિડીટી કે ઉબકા સતાવશે.
સગર્ભાવસ્થા વધુ આનંદિત બનશે અને માતા બનવા પહેલાનો અદભૂત અહેસાસ હવે અનુભવશો. શિશુના સફળ જન્મ માટે તમે ચિંતીત રહેશો.

સમજુ માતાની જવાબદારી

તબીબી સલાહ અનુસાર આયર્ન-વિટામીન ની ગોળી લેશો.
કીગેલ કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
આપના ગર્ભસ્થ શિશુ માટે મ્યુઝિક થેરાપી શરુ કરો. તેની સાથે વાત કરો અને આપનું મન પ્રફુલ્લિત રહેશે.
સગર્ભાવસ્થાની સામાન્ય તકલીફો માટે અનુભવી કૌટુંબિક સભ્યોનું માર્ગદર્શન લો.
ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ ખાસ કરીને પેદુ અને ડૂંટીથી નીચેના પેટના ભાગ પર જોવા મળશે. તે માટે તબીબી વિષેષજ્ઞની સલાહ લેશો.
આ માસના અંતે ગર્ભસ્થ શિશુની કોઈપણ શારીરીક ખોડખંપણ અંગે માહિતી મેળવવા ખાસ સોનોગ્રાફી-ડોપ્લર તપાસ કરાવવા આપના સ્ત્રી રોગ વિશેષજ્ઞની સલાહ લો.....૫...........


ગર્ભસ્થ શિશુનો વિકાસ .....૬............

મગજના કોષોનો ખૂબ ઝ્ડપી વિકાસ ચાલુ રહેશે. આ માસમાં અત્યંત અટપટે એવીએ ચેતાકોષોની સૂક્ષ્મતમ ગોઠવણી થશે અને માનસિક  વિકાસ ની આ પ્રક્રિયા પ્રથમ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.
શિશુની શ્રાવ્ય શક્તિ સાથે યાદશક્તિ વધતી જતા તે વારંવાર સાંભળેલ પુસ્તક-ગીત-કે સંગીત યાદ રાખશે.
હવે શિશુની ત્વચા પ્રમાણમાં થોડી જાડી થશે જેથી પારદર્શિતા ઘટશે. વળી ત્વચાની નીચે ચરબીનું પ્રથમ પડ બનશે.
હાથ પગની હલન-ચલન હવે ખૂબ વ્યવસ્થિત તથા શક્તિશાળી હશે. જે માતા તરીકે આપ મહેસુસ કરી શકશો.
શિશુના હૃદયના ધબકારા પણ હવે ડોક્ટર સ્ટેથોસ્કોપ થી સાંભળી શક્શે.
શિશુના ફેફસાનો વિકાસ થઈ સરફેક્ટંટ “ (surfactant) નામક દ્રવ્ય બનાવશે. જે શિશુના ફેફસાની સ્થિતિસ્થાપકતા જાળવવામાં અને ફેફસાને કાર્ય કરવા માટે ખૂબ જરુરી છે.
હાથ પગની ત્વચામાં હવે ફિંગર પ્રિંટ લઈ શકાય તેવી રેખાઓ અંકિત થશે. આંખ-નેણ- પાપણ બનશે.
સ્વાદ પારખતા તંતુઓ હવે માતાએ લીધેલા ખોરાક માટે પણ સંવેદના અનુભવે છે અને ગમો કે અણગમો વ્યક્ત કરે છે.
શિશુ અંગૂઠો ચૂસવાની ક્રિયા કરે છે. ઘણુ ખરુ ગર્ભાશયની કોથળીમાનું પાણી પણ પીવે છે. જે પાચનતંત્રના વિકાસ માટે જરુરી છે.
પેટના અવયવો લિવર-સ્વાદુપિંડ વિ. ની કાર્યક્ષમતા વધે છે.
હવે આ માસના અંતે ગર્ભસ્થ શિશુ જો અધૂરા માસે જન્મે તો તેની ઘણી મુશ્કેલી સાથે પરંતુ બચાવવુ કદાચ શક્ય છે. જે એક તબીબી ક્ષેત્રે નવજાત શિશુ વિજ્ઞાનની ઉપલબ્ધિ છે.
આ માસના અંતે શિશુ લગભગ 11.8 ઈંચ (30 સેમી) અને અંદાજીત 800 ગ્રામ વજન ધરાવતુ હશે.

માતાના શારીરીક ફેરફારો

આપના વજનમાં આમાસે 1-1.5 કિલો વધશે. આમ શરુઆતથી કુલ 5-5.5  કિલો જેટલો વધારો નોંધાશે.
ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીની ઉંચાઈથી તપાસી શકાય છે.
ગર્ભાશયના સ્નાયુ પ્રસુતિની પૂર્વ તૈયારી રુપે હળવુ સંકોચન વિસ્તરણ કરવાની પ્રક્ટીસ કરશે. જેથી આપને પેટના નીચેના ભાગે હળવો દુઃખાવો થશે.  જો આધ્ખાવો વધુ લાગે કે કલાકમાં ચાર અકે તેથી વધુ વાર અનુભવાય તો ચોક્કસ ડોક્ટરનો સંપર્ક સાધવો.
સેક્સ અંગે આપની ઈચ્છામાં વધઘટ જોવા મળી શકે.

સમજુ માતાની જવાબદારી

તબીબી સલાહ અનુસાર આયર્ન-વિટામીન ની ગોળી લેશો.
ડાબા પડખે સુવાથી આપને સારુ લાગશે અને પગના સોજા ઓછા જણાશે.
કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
ગોદભરાઈ કે રાખડી બાંધવાના પ્રસંગ માટે તૈયાર રહો.
અનુભવી મિત્રો-સ્નેહી-સબંધી પાસે નવજાત શિશુ માટે જરુરી ચીજ વસ્તુઓની ખરીદી અંગે સલાહ લઈ ખરીદી કરવા તૈયાર રહો...૬.........

ગર્ભસ્થ શિશુનો વિકાસ ....૭..........

શિશુનું મગજ હવે શરીરના ઘણા ખરા ભાગો પર નિયંત્રણ કરે છે.
મગજમાં થતા ઈલેકટ્રીક તરંગો હવે ઘણાં સુનિર્દેશીત અને લગભગ નવજાત શિશુ જેવા હોય છે.
શરીરના માળખાને ટેકો આપતી કરોડના અસ્થિ રચનામાં હવે લગભગ 150 સાધા 33 રીંગ અને 1000 લીગામેન્ટસ વડે મજબૂત રચનાકીય માળખુ બને છે.
નાકના નસકોરા અને તેની સૂંઘવાની શક્તિ ધીમે ધીમે ખીલતી જાય છે.
આંખો જે 11મા અઠવાડીયાથી બંધ રહી હતી તે હવે ખૂલે છે. ધીમે ધીમે આંખો ખોલ બંધ કરતા શિશુ ગર્ભાશયમાં નજર દોડાવે છે. આંખની પાંપણ અને નેણ હવે ખૂબ વ્યવસ્થિત જોઈ શકાય છે.
શ્રાવ્ય શક્તિનો ભરપૂર ફાયદો ઉઠાવી શિશુ મ્યુઝિક થેરાપી ગ્રહીત કરે છે. આપના અને  પર્યાવરણના આવાજો સાંભળે છે.
માથાના વાળનો વિકાસ ચાલુ રહે છે. જોકે ઘણા શિશુને વાળ ખૂબ ઓછા તો કોઈને ખૂબ વધુ હોય છે. જાણે કે જન્મતા વેંત હેરકટ માટે તૈયાર હોય છે !!! .
હોઠ અને નસકોરા નીચેના વિભાગમાં ખૂબ સંવેદનશીલ તંતુઓ વિકસે છે. જેથી જન્મ પછી શિશુને સ્તનપાન માં મદદ મલે છે.
ફેફસાનો વિકાસ હવે વધુ રફ્તાર પકડે છે.  સરફેક્ટંટ “ (surfactant) નામક દ્રવ્યનું પ્રમાણ વધે છે.
શિશુના વિકાસ માં મુખ્યત્વે સ્નાયુ ઓ અને અસ્થિઓનો ઘણો ભાગ છે. ચરબી જમા થવાનું હવે પછી થી આખરી ત્રણ માસમાં થશે.
આ માસના અંતે શિશુ લગભગ 14.8 ઈંચ (38 સેમી) અને અંદાજીત 1006 ગ્રામ વજન ધરાવતુ હશે.
સૌથી અગત્યનુ આ માસને અંતે શિશુનો અધૂરા માસે જન્મ થશે તો પણ 90% શિશુને આધુનિક સારવારથી બચાવી શકાય. જ્યારે કદાચ 6 માસના અંતે જો જન્મ થાય તો માત્ર 50% શિશુને જ બચાવવુ શક્ય બને છે.

માતાના શારીરીક ફેરફારો

આપના વજનમાં શરુઆતથી કુલ 7 થી 8 કિલો જેટલો વધારો નોંધાશે.
ગર્ભશયની ઉંચાઈ વધતા હવે ડૂંટીથી ઉંચે સુધી વિકાસ પામે છે અને તે તપાસ કરવુ સહેલુ છે.
ગર્ભસ્થ શિશુના શરીરના અંગો હવે આપ આસાની થી સ્પર્શી શકસો.
વધુ થાક લાગશે-પરસેવો વળશે.
વધતા ગર્ભાશય સાથે હળવો પેટના નીચેના ભાગનો દઃખાવો કે કમરમાં ક્યારેક હળવો દુઃખાવો કે કમરમાં ક્યારેક હલવો દુઃખાવો કે પગની સામાન્ય તૂટ કળતર જોવા મળશે. જેનું પ્રમાણ વધારે જણાય તો ચોક્કસ તબીબી સલાહ લેવી.
ગર્ભાશય વધવાથી મૂત્રાશય અને મળાશય પર દબાણ સર્જાવાથી વારંવાર પેશાબ કે સંડાશ જવાઅની ઈચ્છા થવી સ્વાભાવિક છે.

સમજુ માતાની જવાબદારી

નિયમીત તબીબી સલાહ લેશો.
ગર્ભાશયના સ્નાયુનું હળવુ સંકોચન વિસ્તરણ અનુભવો ત્યારે શાંતિપૂર્વક રહેવાની પધ્ધતિ શીખો.
કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
સંતુલિત આહાર અને નિયમિત દિન ચર્યા રાખો....૭........

ગર્ભસ્થ શિશુનો વિકાસ ..........૮............

શિશુ હવે નવજાત શિશુની પ્રતિકૃતિ સમાન લાગે છે.
તેના શરીરમાં હવેના તબક્કે ચરબી-હાડકામાં કેલ્શયમ અને ફોસ્ફોરસ અને અન્ય તત્વો અને બીજા ઉપયોગી તત્વો સંગ્રહિત થવાનું કાર્ય થશે.
મગજનો વિકાસ હજુ એજ ઝડપે અટપટા એવા ચેતાકોષો અને તંતુના જોડાણો સર્જે છે.
પંચેંદ્રીયના વિકાસ સાથે શિશુ હવે જોવા-સાંભળવા-સ્પર્શ-સ્વાદ અને સૂંઘવાની શક્તિ વિકસાવે છે અને પ્રયોગ દ્વારા વધુ માહેર બને છે.
ગર્ભાશયમાં શિશુ હજુ ફરે છે. પરંતુ તેનુ માથુ સમાન્યતઃ ઉપર રહે છે. જ્યારે નવમાં માસે તે નીચે તરફ ખસે છે. ત્યાં સુધી પેટમાં થતી કુદાકુદ જાણે કે સર્કસ નો ખેલ ચાલુ હોય તેવુ લાગશે. જોકે માસના અંતે આ હલનચલન વિકાસને લીધે જગ્યા ઓછી પડતા ઓછુ થશે.
ગર્ભાશયની કોઠળીમાં હજુ પણ શિશુ ફરતે અંદાજે 750 મિલિ જેટલુ પ્રવાહી ફરતુ થશે. જે આ માસના અંતે સગર્ભાવસ્થામાં સૌથી વધુ સ્તરે રહેશે.
ત્વચા પરના શરુઆતના વાળ હવે ખરતા જશે. તેમનુ રક્ષણાત્મક કાર્ય હવે જરુરી નથી તેના સ્થાને હવે નવા વાળ આવશે.
અસ્થિમજ્જાનો માવો હવે લોહીના રક્તકણો નું સર્જન કરે છે. જે શિશુના શરીરમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડની હેરફેર કરે છે.
શિશુ હવે દિવસે મોટાભાગનો સમાય ઉંઘવામાં પસાર કરે છે. આ સમય દરમ્યાન તે સ્વપ્નો આપતી (REM) પ્રકારની ઉંઘ લે છે. શું આપ વિચારી શકો છો કે આપના લાડકા શિશુને કયા સપાનાઓ આવતા હશે. ??!!
આ માસના અંતે શિશુ લગભગ 16.8 ઈંચ (42.4 સેમી) અને અંદાજીત 1702 ગ્રામ (1.7 kg) વજન ધરાવતુ હશે.
આ માસને અંતે શિશુનો અધૂરા માસે જન્મ થશે તો પણ 95% શિશુને બચાવી શકાય છે.

માતાના શારીરીક ફેરફારો

ગર્ભશયની ઉંચાઈ વધતા હવે નીચેની પાસળી સુધી વિકાસ પામે છે.
આપને શિશુનું હલનચલન ક્યરેક રોજીંદી પ્રવૃતિ કે આરામ માં ખલેલ પહોંચાડશે કે નવાઈ પમાડશે.
કમરનો હળવો દઃખાવો આપને પરેશાન કરશે.
વધતા જતા ગર્ભાશયને લીધે શ્વાસ લેવામાં થોડી તકલીફ આ માસના અંતે સર્જાશે.
લાંબા સમય બેસવા કે સૂઈ રહેવામાં થોડી તકલીફ અનુભવશો.

સમજુ માતાની જવાબદારી

શરીર અને મન ને તણાવથી મુક્ત રાખવા કસરતો અને હળવો વ્યાયામ તેમજ ચાલવાનું રાખશો.
હવે તબીબી સલાહ દર પંદર દિવસે લેશો.
જરુરી આર્થિક આયોજન અને સામાજીક આયોજન ને આખરી ઓપ આપી દો.
માતા અને શિશુમાટે જરુરી વસ્તુની ખરીદી પૂર્ણ કરો......૮.........

ગર્ભસ્થ શિશુનો વિકાસ.............૯............

આ માસની શરુઆતે ગર્ભાશયની કોથળીમાં પાણીનું પ્રમાણ સમગ્ર સગર્ભાવસ્થા દરમ્યાન સૌથી વધુ સ્તરે હશે. જે હવે ધીરે ધીરે ઘટતુ જશે.
શરીરમાં ચરબીના જમાવથી અંગો હાથ-પગ ઘાટીલા બનશે.
ચામડી હવે વધુ નરમ પરંતુ મજબૂત બને છે.
હાથ-પગ- શરીરના હાડકા વધુ મજબૂત બને છે. જોકે ખોપરીના હાડકા પ્રમાણમાં પોચા અને એકબીજા પર સરકી શકે તેવી રીતે ગોથવાયેલ હોય છે. જે જન્મ સમયે ગર્ભાશયના મુખમાંથી બાહર આવવામાં મદદરૂપ બનશે.
ચેતાતંત્રના અને મગજનો વિકાસ ધીમેધીમે સંપૂર્ણતા તરફ ધપે છે.
શિશુના અત્યંત જટિલ એવી પ્રક્રિયા માટે જેમકે ચૂસવુ-ગળવુ વિ.ની તૈયારી સંપૂર્ણ થાય છે.
અત્યાર સુધી ધીમે ધીમે જન્મ પછીની કાર્યવાહી માટે તૈયાર થતા ફેફસા હવે સંપૂર્ણ બને છે અને શિશુ ગર્ભમાંજ શ્વસન માટે હળવી પ્રેક્ટિસ કરે છે. જોકે ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઈડનું વહન હજુ પણ મેલી (placenta) દ્વારા થાય છે.
હાથ પગના નખ વધે છે. એટલા લાંબા કે કદાચ ચહેરા પર ઈજા પહોંચાડી શકે છે.
શરીરના દરેક અવયવ યકૃત- કિડની-હૃદય પૂર્ણ પણે કાર્યરત બનશે.
ધીમે ધીમે શિશુનું માથુ નીચેની તરફ આગળ વધશે અને ગર્ભાશયના મુખ તરફ ગોઠવાશે જ્યાંથી તે પ્રસવની પ્રક્રિયા દ્વારા બહાર આવશે.
હવે શિશુ અને આપ બંને આ માસના અંતે પ્રસવની પ્રક્રિયા માટે તૈયાર હશો.
આ માસના અંતે શિશુ અગભગ 47.5 સેમી લાંબુ અને અંદાજીત 2.6 કિ.ગ્રા. વજન ધરાવતુ હોય છે

માતાના શારીરીક ફેરફારો

ગર્ભશયની ઉંચાઈ વધતા હવે નીચેની પાસળી સુધી વિકાસ પામે છે અને તેનાથી ઉપર જવા કોશિશ કરે છે. આથી આપના ઉરોદર પટલ ની ઉપર-નીચે થવાની પ્રક્રિયા મુશ્કેલ બને છે. આથી શ્વાસોચ્છશ્વાસમાં તકલીફ પડે છે.
ગર્ભાશયના સ્નાયુનું સંકોચન પ્રમાણમાં વધુ અનુભવાશે.
આપને હાથપગમાં સોજા અનુભવાશે.
વારંવાર પેશાબ કરવા માટે ઉઠવુ પડશે આથી આપની ઉંઘ બગડશે.
આપના તબીબ હવે આપને શિશુનો કયો ભાગ ગર્ભાશયના નીચેના ભાગમાં છે તે કહેશે. મહદ અંશે માથુ નીચેના ભાગે હોય છે. જેને શિશુનો પ્રસ્તુત ભાગ કહે છે. જે જન્મ સમયે પહેલા ગભાશયના મુખ વાટે બાહર આવશે.

સમજુ માતાની જવાબદારી

હવે તબીબી સલાહ દર અઠવાડીયે જવુ પડશે.
ડોક્ટરી તપાસ દર્મ્યાન આપની તકલીફો વર્ણવો અને સલાહને સંપૂર્ણ પણે અનુસરો.
ભારે વજન ઉંચકવુ કે ભારે કામ ટાળો અને યોગ્ય આરામ કરશો.
સંતુલિત આહર લેશો. એકસામટુ વધુ ન ખાતા થોડા-થોડા સમયાંતરે ખાવાથી એસિડીટીથી બચી શકશો.
ડાબા પડખે આરામ કરવાથી સારુ લાગશે...........૯..........

ગર્ભસ્થ શિશુનો વિકાસ ..૧૦.............

હવે શિશુનો વિકાસ ધીમેધીમે સંપૂર્ણતા તરફ ધપે છે. માત્ર આખરી ઓપ રુપે જરુરી સંગ્રહ થઈ શકે તેવા ઉપયોગી તત્વો જેવાકે ચરબી-કેલ્શ્યમ-વિટામીન વિ. નો સંગ્રહ થયા કરશે.
આ માસના અંત સુધીમાં શિશુનું શરીર 66% થી 75% પાણી અને 15% ચરબી ધરાવતુ સંપૂર્ણ બનશે.
શિશુનું ગર્ભાશયની દિવાલમાંથી આવતા ઝીણા પ્રકાશ પ્રત્યે ધ્યાન ખેંચી શકાય છે. અને બાહ્ય પ્રકાશ તરફ તે પોતાનુ મુખ ફેરવતુ જોઈ શકાય છે.
પ્રકાશ પ્રત્યેની આ સંવેદનશીલતા તેનું રાત દિન નું ચક્ર ગોઠવશે. આથી સમજુ માતાઓ રાત્રે સમયસર સુવે !!
જન્મ પહેલા પણ ગર્ભમાં શિશુ શ્વાસ લેવાની પ્રેક્ટીસ ચાલુ રાખે છે. અને તેથી ફેફસા વધુ મજબૂત બને છે.
આંતરડામાં ગર્ભાવસ્થા દરમ્યાનનું મળ એકઠુ થયેલ છે. જે જન્મ પછી શિશુ ઉત્સર્જીત કરશે.
ગર્ભમાં હવે ફરવામાં સંકડાશ થશે તેથી શિશુનું હલન ચલન ઘટશે.
હાથ પગની પકડ હવે ઘણી મજબૂત બનશે. આંગળાના નખ હવે પૂર્ણ પણે બનેલા હશે કદાચ એટલા કે જન્મતાઅ શથે કાપવા પડે !!
સમગ્ર શરીર રચના બનતા શિશુ લગભગ 3.5 કિગ્રા વજનનું અને અંદાજે 51 સેમી લંબાઈનું હશે. હવે કોઈપણ સમયે દુનિયામાં અવતરવા તૈયાર છે.

માતાના શારીરીક ફેરફારો

શિશુના હવે ધીમે-ધીમે ગર્ભાશયા મુખ તરફ જવા સાથે પેટના ભાગે હવે ઉરોદર પટલને શ્વાસ લેવા વધુ જગ્યા મળશે તેથી થોડી હળવાશ અનુભવાશે.
આપને હાથપગમાં સોજા વધશે જે એક સામાન્ય બાબત છે.
હળવા એવા ગર્ભાશયના સંકોચનો આપ અનુભવશો. પરંતુ જો એ પ્રતિ કલાકે ચાર થી વધુ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.
આપની ઉંઘ અને આરામમાં વારંવાર પેશાબ કરવા જવા કે ગર્ભાશયના અચાનક સંકોચનથી ખલેલ પહોંચી શકે છે.

સમજુ માતાની જવાબદારી

હવે નિયમીત દર અઠવાડીયે તબીબી સલાહ લેશો.
ઓછા પ્રમાણમાં પણ વધુ વખત થોડા સમયાંતરે ખાવાથી ઉલ્ટી થી બચી શકશો.
માનસિક અને શારીરીક શાંતિ માટે કેટલીક હલવી કસરતો અને પ્રાણાયમ કરી શકાય.
ઘરની બાહર ફરવાનું ઘટાડી દો ખાસ કરીને એકલા ફરવુ હિતાવહ નથી.
પ્રસુતિ વખતે હોસ્પીટલ લઈ જવાના સામાનનું ચેક્લિસ્ટ કરી સામાન બેગમાં તૈયાર કરી રાખો જેથી ઈમરજંસીમાં ઘરના લોકોને તકલીફ ન પડે.
ઘરની પથારી પર આખરી અઠવાડીયા દરમ્યાન પ્લાસ્ટીક કવર પાથરી સૂઈ શકાય જેથી પાણી પડવાનું ચાલુ થાય તો પથારી ન પલળે.
ડોક્ટર-સગાવ્હાલા- મિત્રોનું સંપર્ક લિસ્ટ બનાવી હાથવગુ રાખો જેથી ઈમરજન્સીમાં ઉપયોગી થાય.
બસ હવે ઈશ્વર કૃપાથી આપના ઘરે પણ શિશુની પધરામણી થોડા સમયમાં થશે બેસ્ટ ઓફ લક...!
...........................============....................
પ્રસુતિ માટે Hospital જતા પહેલા : -

પ્રસુતિ સામાન્ય હોય તો ૨૪-૪૮ કલાક અને સિઝેરીયન ડિલેવરી હોય તો ૪ થી ૭ દિવસ હોસ્પિટલમાં ૨હેવું લગભગ સામાન્યતઃ બનતું હોય છે. આવા વખતે ઘણીવા૨ મોટા શહેરોમાં રોજ ઘે૨ જવા-આવવાનું ૫૨વડે નહીં.

આથી પ્રસુતિ દ૨મ્યાન હોસ્પિટલમાં ૨હેવાના સમયગાળામાં જરૂરી ચીજવસ્તુઓ યાદ રાખી લઈ જવી ખૂબ જરૂરી છે. આ માટે નીચે મુજબની વસ્તુઓનું ચેકલિસ્ટ ઘેરી પ્રસુતિ માટે નીકળતા ૫હેલા જોઈ લો અને જરૂરી વસ્તુ લઈ લો.




માતા માટે
નાઈટ ગાઉન (આગળથી ખુલે તેવું - ફૂન્ટ ઓ૫ન)
ફિડીંગ બ્રેસિય૨
મેટ૨નીટી નીક૨
સ્લી૫૨
ખુલતા ક૫ડા / ડ્રેસ (ઘે૨ પાછા જતી વખતે ૫હે૨વા)
ટુથબૂશ - પેસ્ટ -દાંતિયો - ડ્રાય૨
ટોવેલ - ને૫કીન
સેનેટરી પેડસ
વેસેલીન
લોલીપો૫ / પી૫૨મેન્ટ
ઓઢવા - પાથ૨વા જરૂરી ચાદ૨, ઓશીકા વિ.
નંબ૨ હોય તો ચશ્મા (સીઝેરીયન, લેબ૨રૂમમાં સામાન્યતઃ કોન્ટેક લેન્સ ૫હે૨વા અનુમતિ નથી.)
રોજીંદી વ૫રાતી દવાઓ (ડોકટ૨ના પ્રીસ્કૂીપ્શન અનુસા૨)
વોટ૨ જગ
થર્મોસ
ડિસ્પોઝેબલ ગ્લાસ / ડીશ / ચમચી

નવજાત શિશુ માટે
શિશુના ક૫ડા / સ્વેટ૨ / ટોપી / મોજા / લંગોટ
ટોવેલ
ઢાંકવા - પાથ૨વાની ચાદ૨
ગોદડી (કા૫ડ / પ્લાસ્ટિક)
મચ્છ૨દાની
બેબી નેઈલ કટ૨ / કાત૨
વાટકી / ચમચી / (પાણીમાં ઉકાળેલી)
બાળકના મળમૂત્ર સાફ ક૨વા કા૫ડના ટૂકડા
થર્મોસમાં ઉકાળેલું ગ૨મ પાણી (સાફ ક૨વા)

પિતા / ઘ૨ના સભ્ય માટે
રોજીંદી વ૫રાશની વસ્તુ, ટુથબૂશ / પેસ્ટ / રેઝ૨ / સાબુ વિ.
પાથ૨વા - ઓઢવા ચાદ૨, ઓશિકા
જરૂરી ખોરાક - નાસ્તો
૫હે૨વા / બદલવા ક૫ડા
કેમેરા (સ્ટીલ / મુવી) રોલ-સેલ વિ.
બુકસ, મેગેઝીન
પૈસા ઉપાડવા લેવા એટીએમ / કેૂડીટ / ડેબીટ કાર્ડ
મિત્રો, સંબધીનું ફોન લિસ્ટ, મોબઈલ ફોન ચાર્જ૨

ઘ૨ના અન્ય નાના બાળક માટે (જો હોસ્પિટલમાં ૨હેવાનું થાય તો)
જરૂરી ક૫ડાં
પાથ૨વા - ઓઢવા ચાદ૨
મનોરંજક ૨મત / પી૫૨મેન્ટ / નાસ્તો
નવજાત શિશુ ત૨ફથી આ૫વા ભેટ / સોગાદ

યાદ રાખો
આ૫ના સામાન, સુટકેશ, થેલા ૫૨ આ૫નું નામ, અડ્રેસ, ફોન નંબ૨ લખી રાખો, જેથી ખોવાઈ ગયે કોઈ 
પાછું આપી શકે.
............................................................  ગુજમોમ.કોમ