નિલેશ શ્રીમાલી. M.A.,B.Ed.,M.Phil. (English)
ભાટસણ પગાર કેન્દ્રશાળા, તા: પાટણ, જિ:પાટણ
કોમ્પ્યુટર કે કમ્પ્યુટર એટલે એવું યંત્ર કે જે તેને કમ્પ્યુટર પ્રોગ્રામીંગકરીને અપાયેલી સુચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે.
કોમ્પ્યુટર નેટવર્ક એ નેટવર્ક છે જે ચોક્કસ સંચાર પ્રણાલીથી એકબીજા સાથે જોડાઈ ને માહિતીનું આદાનપ્રદાન કરતા એકથી વધારે કોમ્પુટરો કે અન્ય હાર્ડવેર ઉપકરણોથી બનેલું છે.કે જેમાં રહેલા ઉપકરણો ચોક્કસ માધ્યમથી એકબીજા સાથે જોડાઈને માહિતીનું આદાનપ્રદાન કરે છે.
ભાટસણ પગાર કેન્દ્રશાળા, તા: પાટણ, જિ:પાટણ
કોમ્પ્યુટર કે કમ્પ્યુટર એટલે એવું યંત્ર કે જે તેને કમ્પ્યુટર પ્રોગ્રામીંગકરીને અપાયેલી સુચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે.
કોમ્પ્યુટર નેટવર્ક એ નેટવર્ક છે જે ચોક્કસ સંચાર પ્રણાલીથી એકબીજા સાથે જોડાઈ ને માહિતીનું આદાનપ્રદાન કરતા એકથી વધારે કોમ્પુટરો કે અન્ય હાર્ડવેર ઉપકરણોથી બનેલું છે.કે જેમાં રહેલા ઉપકરણો ચોક્કસ માધ્યમથી એકબીજા સાથે જોડાઈને માહિતીનું આદાનપ્રદાન કરે છે.
કોમ્પુટર નેટવર્ક માહિતીનું આદાનપ્રદાન કરવા માટે ચોક્કસ નિયમો અને ડેટા ફોરમેટ નો ઉપયોગ કરે છે જે "નેટવર્ક પ્રોગ્રામિંગ" આધારિત છે.
ઈન્ટરનેટ સરકારી, અર્ધ-સરકારી, તાત્વિક, વાણીજ્ય, સાર્વજનિક અને ખાનગી કમ્પ્યુટરો થી જોડાઈ ને બનેલી વિશ્વ વ્યાપક વ્યવસ્થા છે. તે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ ની નેટવર્ક ટેકનોલોજી પર આધારિત છે. ઈન્ટરનેટ US ડીફેન્સ વિભાગ ના DARPA દ્રારા બનાવેલ ARPANET નું ઉતરાધિકારી છે. ઈન્ટરનેટ વર્લ્ડ વાઈડ વેબ (WWW) અંતર્ગત વાર્તાલાપ માટેનું મુખ્ય અંગ છે. ઈન્ટરનેટના સહભાગીઓ વિવિધ પ્રકારની રીતો, માનદંડ, પ્રોતોકોલ્સ નો ઉપયોગ કરે છે અને ઈન્ટરનેટના દરેક નોડને અનુનય આપવાનું કાર્ય ઈન્ટરનેટ એસાઇન્ડ નંબર્સ ઓથોરીટી (IANA) અને એડ્રેસ રજીસ્ત્રી કરે છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનાર કંપનીઓ તથા કદાવર વાણીજ્ય ગૃહો પોતાના અનુનય (Address) સમૂહને ઈન્ટરનેટ પર ફેલાવવા BGP (Boarder Gateway Protocol) નો ઉપયોગ કરે છે.
ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.
ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કોમ્પ્યુટરો જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે તેની મદદથી માહિતીની આપ-લે થાય છે. ઈન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ(TCP/IP)ના ધોરણોની મદદ લે છે આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓ ને ઈન્ટરનેટની સેવા પૂરી પાડે છે. ઈન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે છે.
મોટેભાગેના આપના પરંપરાગત સંચાર માધ્યમો જેવાકે, ટેલીફોન, સંગીત, ફિલ્મ અને ટેલીવીઝન વિ. ને આજે ઈન્ટરનેટના કારણે તેઓને નવો ઓપ મળ્યો છે તે માટે ઈન્ટરનેટની સેવા જેવીકે, વોઈસ ઓવર IP (VoIP) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) નો સમાવેશ થાય છે. ઈન્ટરનેટે ઈન્સ્ટન્ટ મેસેન્જર, ઈન્ટરનેટ ફોરમ અને સોસીયલ નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા-પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ઓનલાઈન શોપિંગથી આજે ખરીદી ૨૪ કલાક માટે ઉપલબ્ધ બની છે. ઓન-લાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે.
ઈન્ટરનેટના ઉદભવ તરફ નજર દોડાવીએતો ૧૯૬૦મ યુ.એસ. સરકાર દ્વારા થયેલા સંશોધનો જેવાકે તેઓ એક મજબૂત, ઓછી ખામીવાળું અને વિતરણ થયેલ એક કમ્પ્યુટર નેટવર્ક બનાવાવા માગતા હતા.૧૯૮૦માં નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી નવા યુ.એસ. બેકબોનને ધિરાણ મળ્યું. સાથોસાથ વાણિજ્યક બેકબોન માટે ખાનગીધોરણે ધિરાણ મળવાનું ચાલુ થયું. આ નવી તકનીકને વિકસાવવામાં વિશ્વભરમાં મોટાપાયે ભાગીદારી થઇ અને મોટા મોટા નેટવર્કોનું વિલીનીકરણ થયું. ૧૯૯૦માં થયેલ તેના વેપારીકરણને લીધે આજે તે આધુનિક સમાજના એક અગત્યના ભાગ તરીકે ઉભરી આવ્યું છે. જુન ૨૦૧૨ ના આકડા પ્રમાણે ૨.૪ અબજ થી વધુ લોકો આજે ઈન્ટરનેટની વિવિધ સેવાનો ઉપયોગ કરે છ
હવે ઈન્ટરનેટને વિવિધ સાધનો દ્વારા એક્સેસ કરી શકાય છે. મોબાઈલ ફોન , ડેટાકાર્ડ, હેન્ડહેલ્ડ, ગેમ કોન્સોલ(game console) અને સેલ્યુલર રાઉટર(cellular router) દ્વારા યુઝર્સ ગમે ત્યાંથી ઈન્ટરનેટને એક્સેસ કરી શકે છે. આ સાધનોમાં સેલ્યુલર નેટવર્કને મદદ કરતી ટેક્નોલોજી હોય છે.
જો કે, તેમાં કેટલીક મર્યાદા છે જેમ કે નાનું સ્ક્રીન કે પછી અમુક ચોક્કસ જ સુવિધાઓ આ ખિસ્સામાં રહી શકે તેવી આ ડિવાઈસમાં હોય છે, ઈન્ટરનેટની મોટાભાગે બધા જ પ્રકારની સુવિધાઓ જેમા ઈમેલ અને વેબ બ્રાઉઝીંગની પણ સામેલ છે તે સુવિધા આ ડિવાઈસ દ્વારા મેળવી શકા છે. જો કે સર્વિસ પ્રોવાઈડર તેમાંની કેટલીક સર્વિસને નિયંત્રિત પણ કરી શકે છે અને ડેટા એક્સેસ પર પૈસા પણ વસુલ કરે છે. જ્યારે ઘરે વપરાશમાં વધુ પૈસા લાગતા નથી
ઘણા લોકો ઈન્ટરનેટ અને વર્લ્ડ વાઈડ વેબ(અને ઘણી વખત માત્ર વેબ) તરીકે સંબોધે છે, પરંતુ આપણે ઉપર ચર્ચા કરી તેમ આ બન્ને એકબીજાના સમાનાર્થી નથી.
વર્લ્ડ વાઈડ વેબ એ એકબીજા સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટ(દસ્તાવેજ), કમ્પ્યુટર ગ્રાફિક્સ(ઈમેજ) અને વિવિધ સાધનસામગ્રીનો સેટ છે જે હાઈપર લિંક અને યુઆરએલ(URLs) દ્વારા જોડાયેલા હોય છે. આ હાઈપર લિંક અને યુઆરએલ HTTP (હાઈપર ટેક્ષટ ટ્રાન્સફર પ્રોટોકોલ) દ્વારા વેબ સર્વર કે અન્ય મશીનમાં સંગ્રાહેલી માહિતી અને સાધનસામગ્રીને જોવાની પરવાનગી આપે છે. ઈન્ટરનેટ માટે કોમ્યુનિકેશન કરવા માટે માત્ર HTTPનો ઉપયોગ કરવામાં આવે છે.
બિઝનેસ લોજિક અને ડેટાની હેરફેર માટે વેબ સર્વિસ HTTPનો ઉપયોગ કરે છે જેથી સોફ્ટવેર સિસ્ટમ વ્યવસ્થિત રીતે સંપર્કમાં રહી શકે છે
Use of Internate:-
ઈન્ટરનેટને એકસેસ કરવાની પદ્ધતિઓમાં ડાયલ-અપ ઈન્ટરનેટ એક્સેસ, લેન્ડલાઈન, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ એક્સેસ કોએક્સિઅલ કેબલ દ્વારા, ફાઈબર ઓપ્ટીક અથવા કોપર વાયર દ્વારા, વાઈ-ફાઈ, સેટેલાઈટ ઈન્ટરનેટ અને ૩જી/4જી ટેકનોલોજી ધરાવતા મોબાઈલ ફોનનો સમાવેશ કરી શકાય છે.
ઈન્ટરનેટ વાપરવા માટેના જાહેર સ્થળોમાં લાઈબ્રેરી, ઈન્ટરનેટ કાફેનો સમાવેશ થાય છે જ્યા ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા કમ્પ્યુટર ઉપલબ્ધ હોય છે. ઘણા જાહેર સ્થળોએ ઈન્ટરનેટ એકસેસ પોઈન્ટ હોય છે જેમ કે એરપોર્ટ હોલ કે કોફીશોપમાં, કે જ્યા થોડા સમય માટે જ ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો હોય છે. આ માટે કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે "પબ્લિક ઈન્ટરનેટ કિઓસ્ક", "પબ્લિક એક્સેસ ટર્મિનલ "અને "વેબ પેફોન(payphone).હવે કેટલીક હોટલો પણ ફી લઈને પબ્લિક ટર્મિનલ પ્રોવાઈડ કરે છે.
આ ટર્મિનલ ટીકીટ બુકિંગ, બેંક ડીપોઝીટ કે ઓનલાઈન પેમેન્ટ માટે વપરાશ કરવામાં આવે છે. વાઈફાઈ દ્વારા કમ્પ્યુટર દ્વારા વાયરલેસ ઈન્ટરનેટ એકસેસ કરી શકાય છે. હોટસ્પોટ(વાઈફાઈ) જેવી કહેવાતી આ સુવિધા વાઈફાઈ કાફે પણ પૂરી પાડે છે. જયાં યુઝર્સે વાયરલેસ-ઈનેબલ ડિવાઈસ જેવી કે લેપટોપ, પર્સનલ ડીજિટલ આસિસ્ટન્ટ(PDA) લાવવાની હોય છે. આ સુવિધા ગ્રાહકો માટે મફત પણ હોઈ શકે છે અને તેની ફી પણ હોઈ શકે છે. વાઈફાઈ માટે કોઈ ચોક્કસ વિસ્તારની જરૂરિયાત નથી રહેતી. સમગ્ર કેમ્પસ કે પાર્ક, અથવા સમગ્ર શહેરને પણ આ સુવિધા દ્વારા સાંકળી શકાય છે. પાયાના પ્રયત્નોને કારણે વાયરલેસ કમ્યુનિટી નેટવર્ક સુધી પહોંચી શકાયું છે. લંડન, વિયેના, ટોરન્ટો, સાન ફ્રાન્સિસ્કો, ફિલાડેલ્ફિયા, શિકાગો અને પીટ્સબર્ગ જેવા શહેરોના મોટાભાગને વાઈફાઈની વ્યવસાયિક સેવાઓ દ્વારા આવરી લેવામાં આવ્યો છે. જેથી બગીચામાં બેઠા બેઠા ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે.
વાઈફાઈની સુવિધા ઉપરાંત મોબાઈલ વાયરલેસ નેટવર્ક જેમ કે રીકોચેટ(ઈન્ટરનેટ સર્વિસ)(Ricochet) દ્વારા સેલફોન નેટવર્ક અને ફિક્સ વાયરલેસ સર્વિસનો ઉપયોગ કરી હાઈસ્પીડ ડેટા સર્વિસ પુરી પાડવાનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
હાઈટેક ફોન જેવા કે સ્માર્ટફોન હવે ફોન નેટવર્ક દ્વાર ઈન્ટરનેટ એક્સેસ કરી શકાય તેવી સુવિધા ધરાવતા હોય છે. આ હાઈટેક ફોનમાં ઓપેરાનું વેબ બ્રાઉસર હોય છે જે અન્ય વિવિધ પ્રકારના ઈન્ટરનેટ સોફ્ટવેર દ્વારા પણ ચલાવી શકાય છે. હાલમાં ઈન્ટરનેટ એક્સેસ કરી શકાતા હોય તેવા ફોનની સંખ્યા કમ્પ્યુટર કરતા વધુ છે આમ છંતા પણ તેનો ઉપયોગ થતો નથી.ફોનમાં ઈન્ટરનેટના ઉપયોગ માટે ઈન્ટરનેટ એક્સેસ પ્રોવાઈડર અને પ્રોટોકોલ મેટ્રીક્સનો ઉપયોગ કરવામાં આવે છે.
................................ N.K.SHRIMALI............................